આપણાં દેશમાં શિક્ષિત યુવા વર્ગની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં જટિલ બની ગઈ છે. કારણકે આજે પણ આપણી વસ્તીનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારમાં વસેલો છે. આજની યુવા શક્તિને જો ઉચિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તો તેઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકાય છે. તેમજ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકાય.
આમ આજ ઉદેશ્યથી ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને રાજ્ય સરકારનાં સહયોગથી બેંક ઓફ બરોડા દ્વારા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (બરોડા આરસેટી) ની સ્થાપના ગાંધીનગર ખાતે રૂપાલ ગામે તા. ૩૦-૦૪-૨૦૦૪ રોજ કરવામાં આવેલ છે.
આ સંસ્થા દ્વારા બેરોજગારોને નિ: શુલ્ક (મફત) તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવે છે
સંસ્થાનાં ઉદ્દેશો
- ગ્રામ્ય કક્ષાએ લોકોને આર.સે.ટી સંસ્થા વિશે જાગૃત કરવા.
- અરજદારની જરૂરિયાત મુજબ તાલીમ આપવી.
- ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન પછી અરજદારને જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા.
- તાલીમ બાદ સ્વરોજગાર શરૂ કરવા માટે બેંકમાથી ધિરાણ /ક્રેડિટ લિંકેજ માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપવો.
- તાલીમ આપ્યા બાદ તાલીમાર્થીઓનું અમારી સંસ્થા દ્રારા સતત બે વર્ષ સુધી માર્ગદર્શન અને નિદર્શન કરવામાં આવશે.


